Billboard ad 1150*250 Billboard ad 1150*250

બે મહિલાને છરી બતાવી રૂ.૩૯ હજારની લુટ કરી લુટારુઓ ફરાર

મોરબી નજીકના લીલાપર ગામે આવેલ જયદીપ ફીટ નામના કારખાનાના મજુર ક્વાર્ટરમાં રહેતા કોળી પરિવારની કૈલાશબેન રાઘવજીભાઈ પરેચા અને સાહેદ મનીષાબેન બંને ક્વાર્ટર પર હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને બંને મહિલાઓને શરૂઆતમાં ધમકાવી,ગાળો દઈ,બાદમાં છરી બતાવીને પહેરેલા દાગીના ઉતારી આપવા દબાણ કરતા ફરિયાદી મહિલા કૈલાશબેને પોતે પહેરેલા સોનાનો ચેન અને તેની પાસેથી રોકડ રૂ.૫૦૦૦ તેમજ સાહેદ મનીષાબેન પાસેથી પહેરેલ સોનાની બુટી કીમત ૧૫૦૦૦,દાગીના અને રોકડ મળીને કુલ બંને પાસે રહેલ કુલ મુદામાલ ૩૯ હજારની મત્તાની લુટ કરી નાશી છુટ્યા હતા.મોરબી તાલુકા પોલીસે અજાણ્યા લુટારુઓ સામે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat