મોરબી: લાઈફ મિશન યોગ પરિવાર દ્વારા આજે યોગ શિબિર યોજાઈ, લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો

આજે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે દેશભરમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજે મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન લાઇફ મશીન યોગ પરિવાર દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોરબી વાસીઓએ યોગાભ્યાસ કર્યો હતો.  ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયાના આ આયોજનને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું અને દર વર્ષે આવા આયોજન તેઓ કરે ઈચ્છા તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા આઠ વર્ષથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે મોરબીમાં યોગાચાર્ય સ્વામી રાજશ્રીમુનિના શિષ્ય રાજેશ્વરી મૈયાના સાનિધ્યમાં યોગ દિન નિમિતે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન રાધે પાર્ટી પ્લોટ, લિલાપર કેનાલ રોડ ખાતે યોગ શિબિરનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોથી માંડીને વૃદ્ધ વયના  શિબીરાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાયને યોગાભ્યાસ કર્યા હતા.

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat