Billboard ad 1150*250

મોરબી : જે.એ.પટેલ મહિલા કોલેજમાં ઓબેસિટી અંતગૅત વ્યાખ્યાન યોજાયુ

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3


શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબી ના રાષ્ટ્રીય સેવા યોજના દ્રારા પોષણ માહ અંતગૅત ઓબેસિટી વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વકતા તરીકે મિલીન મારુ ઉપસ્થિત રહ્યા હતા મિલીન મારું ઓબેસિટી પ્રોગ્રામના હેડ પણ છે તેઓ હાલમા રેડિયન્સ હોસ્પિટલ અમદાવાદમા સેવા આપી રહયા છે તેમનો વિષય ઓબેસિટી (મેદસ્વિતા) એક અજાણ શત્રુ …..તેના વિષે રસપ્રદ માહિતી આપી હતી ઉપરાત તેનાથી બચવાના ઉપાયો અને ઓબેસિટી થવાના કારણો અંગે જરૂરી માર્ગદર્શન આપીને આવતી પેઢી ને ઓબેસિટી થી થતા રોગો થી ચેતવા માટે સલાહ આપવામાં આવી હતી તેમજ ખોરાક કયારે અને કેવો લેવો જોઈએ તે પણ વિગતવાર સમજણ આપી માગૅદશૅન પુરૂ પાડયુ હતુ


આ કાયૅક્રમમા શાબ્દિક સ્વાગત પ્રા.મોનીકાબેન માલવણિયા એ કર્યું હતું તેમજ પ્રા.દક્ષાબેન પટેલ અને પ્રા.ડૉ.નયનાબેન ભાલોડિયા પણ આ કાયૅક્રમ મા હાજર રહયા હતા આશરે ૨૫૦ જેટલી વિદ્યાર્થિનીઓએ આ કાર્યકમ નો લાભ લીધો હતો પ્રોગ્રામ ના અંતે આભારવિધિ તેમજ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન પ્રા.વનિતાબેન કગથરાએ કર્યું હતુ કાર્યક્રમ ને સફળ બનાવવા કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ.પી.કે.પટેલએ જહેમત ઉઠાવી હતી…

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat