Billboard ad 1150*250

મોરબી : “દીકરી સાપનો ભારો” ઉક્તિ મુજબનો ધૃણાસ્પદ કિસ્સા વિષે જાણો…

0 158
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સરકાર દ્વારા દીકરીના રક્ષણ માટે અનેક યોજના ધડવામાં આવે છે તો દીકરીના જન્મના વધામણા કરવામાં આવે છે છતાંપણ અમુક સ્થળે જુના જમાનાની જેમ દીકરીનો જન્મ થતા પત્નીને તરછોડી દેવામાં આવે છે અને ત્રાસ આપવામાં આવતો હોય છે એવો જ કિસ્સો મોરબીના ધુંટુ ગામે બન્યો છે પરિણીતાએ દીકરીને જન્મ આપતા પરિવારજનો નારાજ થયા હતા અને તેણીને અવારનવાર ત્રાસ આપી ભૂંડા બોલીને પરિણતાને પ્રસંગના બહાને રસ્તામાં છોડી દેવામાં આવી હતી જે મામલે મોરબીના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી છે.

મોરબીની અવધ સોસાયટીમાં રહેતા રસ્મીતાબેનના મોરબીના ધુંટુ ગામે આવેલ હિતેષભાઈ હંસરાજભાઈ સોરીયા સાથે તેમના લગ્ન થયેલ હોય ગત તા.૨૦-૦૮-૨૦૧૫ થી અવારનવાર તેણીને શારીરિક-માનશીક ત્રાસ આપતા હોય તેમજ રસ્મીતાબેનને ત્યાં દીકરીનો જન્મ થતા આરોપી હિતેશભાઈ હંસરાજભાઈ સોરીયા, હંસરાજભાઈ ચકુભાઈ સોરીયા, ગોદાવરીબેન હંસરાજભાઈ સોરીયા, જયસુખભાઈ હંસરાજભાઈ સોરીયા અને મનીષાબેન જયસુખભાઈ સોરીયાને તે વાત ગમેલ ન હોય જેથી આરોપી હંસરાજભાઈએ પોતાની જમીન થોડા સમય પહેલા વહેચેલ હોય તેના ઘણા રૂપિયા આવેલ હોય જેથી ફરિયાદી રસ્મીતાબેનને તેના પતિ હિતેશભાઈ અને સાસુ ગોદાવરીબેન-સસરા હંસરાજભાઈ, જેઠ જયસુખભાઈ હંસરાજભાઈ અને જેઠાણી મનીષાબેન અવારનવાર તું ગાંડા જેવી છો આમરે તારું મોઢું કે તારી દીકરીનું મોઢું જોવું નથી તેમ કહીને ગાળો આપી ઝધડો કરતા હોય અને શારીરિક-માનસિક ત્રાસ આપીને ફરિયાદી રસ્મીતાબેનને પ્રસંગમાં જવાના બહાને ખોટા બહાને નિરાધાર હાલતમાં રસ્તા પર છોડીને જતા રહ્યા હોવાની ફરિયાદ રસ્મીતાબેને મોરબી મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat