Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી એલસીબીટીમે કર્યો નકલી બિલ્ટી કોભાંડનો પર્દાફાશ, પોણો કરોડનો મુદામાલ જપ્ત

૭૦ લાખથી વધુના મુદામાલ સાથે વાહનચાલકોની અટકાયત નકલી બિલ્ટી બનાવનારનું નામ ખુલ્યું, ઝડપી લેવા કવાયત

મોરબી એલસીબી ટીમે ગત રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન નકલી બિલ્ટીના આધારે ખનીજ પરિવહન કરતી સાત ટ્રકો ઝડપી લઈને તમામ વાહનચાલકોની અટકાયત કરી છે અને ૭૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ રાત્રીના સમયે વાંકાનેર હાઈવે પર પેટ્રોલિંગ કરતી હોય દરમિયાન ખનીજ પરિવહન કરતા સાત ટ્રકો શંકાસ્પદ જણાતા તમામ ટ્રકો અટકાવી બીલ સહિતના કાગળો તપાસતા ટ્રકમાં બોકસાઈડ ખનીજ ૨૨૭ ટન કીમત ૪,૫૪,૦૦૦ નો જથ્થો હોય જેની બિલ્ટી ચાઈના કલે ખનીજની બનાવી હોય અને બોક્સાઈટની ચોરી કરી ખોટા બીલ બનાવી તેનું ખરા તરીકે ઉપયોગ કરતા હોવાનો પર્દાફાશ કરીને ૭ ટ્રકો કીમત ૭૦,૦૦,૦૦૦ અને ખનીજ કીમત ૪,૫૪,૦૦૦ મળીને કુલ ૭૪,૫૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

અને ટ્રકના ચાલક જુસબ હુશેન, ઇમરાન હસન, મોહન મહેશ્વરી, રિજવાન અબુ, સલીમ આદમ, મુસ્તાક હારૂન અને ગફુર ઉસ્માન રાયમાં એમ સાતની અટકાયત કરી છે તેમજ આરોપી યુવરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નકલી બિલ્ટી બનાવી હોય જેનું નામ ખુલતા આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat