મોરબી એલ.સી.બી. એ પંદર પતા પ્રેમીઓની ક્યાંથી જડ્પ્યા



મોરબી એલ.સી.બી. ની ટીમે તાલુકના ઘૂટું ગામમાંથી પતા ટીચતા અર્ધો ડઝન શખ્સોને રૂપિયા ૬૦ હજારની મતા સાથે જડ્પ્યા જયારે માળિયા તાલુકના ભાવપર ગામે જુગાર રમતા ૯ પતાપ્રેમીને રૂપિયા ૫૪ હજારથી વધુની મતા સાથે આમ કુલ બે દરોડામાં ૧૫ શખ્સોને રૂપિયા ૧.૧૪ લાખથી વધુની મતા સાથે જડ્પ્યા
જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ.આર.ટી.વ્યાસ જીલ્લામાં જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના નિરવભાઇ મકવાણા તથા ચંદુભાઇ કાણોતરાને મળેલ હકિકત આધારે નવા ધુટુ ગામે ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયાના મકાનમાં પતા રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયા ,જયેશભાઇ જીવરાજભાઇ આંતરેશા ,રમેશભાઇ મશરૂભાઇ ઇગોરા ,દિનેશભાઇ પાચાભાઇ સીતાપરા ,મુકેશભાઇ જેસંગભાઇ આંતરેશા અને ચંદુભાઇ બિજલભાઇ પેથાણી રહે.તમામ નવા ધુટુ વાળાઓને રોકડા રૂપિયા ૬૦ હજારની મતા સાથે જડપી લીધા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે
તો બીજા દરોડામાં એલ.સી.બી.ના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાનાઓને મળેલ હકીકત ના આધારે માળીયા મીંયાણા ના નવા ભાવપર ગામે આરોપી ચંદુભાઇ પ્રભુભાઇ ગામી પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં જુગાર રમાડતો હોવાની બાત્મની આધારે ચંદુલાલ પ્રભુભાઇ ગામી ,મગનલાલ મોહનભાઇ ગામી ,કરીમભાઇ આલીભાઇ સુમરા , શીવાભાઇ શામજીભાઇ ખાંભડીયા, રાજેશભાઇ લાખાભાઇ ગોહેલ ,જગદીશભાઇ પ્રેમજીભાઇ ફુલતરીયા ,ધીરૂભાઇ વીરાભાઇ કાનગડ ,ભાનુભાઇ સવાભાઇ કાનગડ અને જયદિપસિંહ રણજીતસિંહ જાડેજા વાળાઓને રોકડા રૂપિયા ૫૪,૧૩૦ ના મુદામાલ સાથે ૯ શખ્શોને જડપી માળિયા પોલીસ મથકે ગુનો નોધાવ્યો છે
આમ મોરબી એલ.સી.બી. ટીમે બને તાલુકા મથકે દોરોડા પાડી કુલ ૧૫ પતાપ્રેમીઓને રૂપિયા ૧.૧૪ લાખ થી વધુની મતા સાથે જડપી લીધા હતા આ બને સમયે કેટલા સમયથી જુગાર રમતો બીજા કોઈ રમવા આવતા કે નહી તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

