Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી LCB દારૂ ના ગુનામાં નાસ્તા ફરતા વધુ ચાર આરોપી ઝડપયા

સતત બીજા દિવસે ૪ આરોપી જડ્પ્યા ધરપકડનો આક ૮ પર પોહ્ચ્યો

જીલા પોલીસ વડાજયપાલસિંહ રાઠૌડ મોરબીનાઓએ પ્રોહીબીશનની બદી નાબુદ કરવા તથા પ્રોહી. ગણનાપાત્ર કેસના નાસતા ફરતા આરોપીઓ પકડીપાડવા આપેલ સુચના મુજબ બી.આર.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી નાઓએ એલ.સી.બી.સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપતા એલ.સી.બી.શાખાના પો.હેઙકોન્સ. અશોકભાઇ પી. દેત્રોજા તથા વિક્રમસિંહ એસ.બોરાણા તથા કૌશીકભાઇ ડી.મારવાણીયા તથા પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા યોગરાજસિંહ આર. જાડેજા તથા અશોકસિંહ પી.ચુડાસમા તથા ભરતભાઇ પી.મીયાત્રા તથા ભગીરથસિંહ એસ.ઝાલા તથા સંજયભાઇ બી.મૈયડ તથા ધર્મેન્દ્રસિંહ ડી.ઝાલા તથા દીનેશભાઇ બાવળીયા એમ બધા મોરબી તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન મોરબી તાલુકા ના આમરણ બસ સ્ટેન્ડ પાસે આવતા  મોરબી તાલુકાના પ્રોહી ગુનાના કુલ કી.રૂ.૨૧,૯૦,૬૦૦/- નો મુદામાલ મળી આવેલ જેના નાસતા ફરતા આરોપી (૧)ભરત નારયણ ડાવેરા (૨) દેવજી લાલજી પરમાર  (૩) અરજણમોહન સોલંકી (૪) સંજય ભવાન સોલકી  રહે. બધા ફડસર એમ કુલ ૪ આરોપીઓ મળી આવતા અટક કરેલ છે. અને પકડાયેલ મુદામાલ ઇંગ્લીશ દારૂ કયાથી કોની પાસેથી મેળવેલ હોય અને કોને આપવાનો હતો તે બાબતે ની વધુ પુછપરછ માટે પોલીસ રીમાન્ડ માટેની તજવીજ ચાલુ છે.

Comments
Loading...
WhatsApp chat