મોરબી LCB ટીમે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ૧૩ વાહનો ડીટેઈન કર્યા

મોરબીમાં ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની ગય છે.વાહનચાલકોને જાણે કોઈ પણ જાતના ભય વગર  ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે.ટ્રાફિક નિયમોની ચુસ્તપણે અમલ કરવવા પોલીસે હવે ર્છેવટે કમર કસી હોય તેવું લાગી રહયું છે.મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક કે.બી.ઝાલા એ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.બી.આર.પરમાર તથા એલ.સી.બી.સ્ટાફને સુચના આપતા ટ્રાફિકના કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાયવાહી હાથ ધરવા આવી હતી જેમાં એમ.વી.એક્ટ ૧૮૫ મુજબ કેફી પદાર્થ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ૪ કેસો નોધાયા છે જયારે મોરબી સીટી માંથી એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ મોટરસાઇકલ અને ઓટો રીક્ષા ડીટેઈન કરવામાં આવી હતી.તેમજ જી.પી.એક્ટ કલમ ૩૭(૧)૧૩૫ મુજબ વાહન ચલાવતા સમયે હથિયાર સાથે રાખનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી હતી અન મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા મોરબીમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat