મોરબી એલસીબી ટીમે બે સ્થળે દરોડા કરી ૧૫ પત્તાપ્રેમીઓને ઝડપ્યા

મોરબી શહેર અને જીલ્લામાં શ્રાવણીયા જુગારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં એલસીબી ટીમે બે સ્થળે દરોડા કરીને ૧૫ જુગારીઓને ઝડપી લઈને કુલ ૧.૪૮ લાખથી વધુની મત્તા કબજે લીધી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસની ટીમના નીરવભાઈ મકવાણાને મળેલી બાતમીને આધારે મોરબી માળિયા ફાટક પાસે એમઆરએફ ટાયરના શો રૂમ પાછળ જુગાર રમાતો હોય જે બાતમીને પગલે દરોડો કરતા આરોપી મનોજ શાંતિલાલ સરડવા, શૈલેશ નાથાભાઈ પાડલીયા, ચિરાગ રમેશભાઈ વરસડા, કિશન સુરેશભાઈ સાદરીયા, જનક લક્ષ્મણભાઈ વસીયાણી, મનોજ કેશવજી સબાપરા, મુકેશ ચતુર દેત્રોજા, બળવંત ભગવાનજી ભટાસણા એમ આઠને ઝડપી લઈને રોકડ ૮૪,૪૦૦ જપ્ત કરી છે

જયારે એલસીબીના વિક્રમસિંહ બોરાણાને મળેલી બાતમીને આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ગીરીશભાઈ રતિલાલભાઈ પરમાર, જગાભાઈ મનુભાઈ પઢીયાર, મનસુખ ઉર્ફે લલિત જીવાભાઈ સોલંકી, બાબુલાલ કાનજી પરમાર, કેશવજીભાઇ મગન ચૌહાણ, સુરેશ ઠાકરશી સોનગ્રા અને યુવરાજસિંહ ભીખુભા ઝાલા રહે બધા ચરાડવાવાળાને ઝડપી રોકડ ૫૨,૩૩૦ તેમજ આઠ મોબાઈલ કીમત ૧૨,૦૦૦ મળી કુલ ૬૪,૩૩૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી દિનેશ નાગજી પરમાર અને રણછોડ રામદાસ સોલંકી રહે. બંને ચરાડવાવાળા નાસી જવામાં સફળ રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat