મોરબી એલસીબી ટીમે સાત રીઢા ગુનેગારોને ઝડપ્યા, જાણો કેટલી ચોરીને આપ્યો’તો અંજામ ?

મોરબી જીલ્લામાં વણઉકેલ્યા ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી હોય જેમાં આજે ખાનગી રાહે મળેલી બાતમીને આધારે એલ.સી.બી ટીમે આરોપી એજાજ ઉર્ફે એજ્લો કાદર શેખ (ઉ.વ.૨૨) રહે. જામનગર મફતિયાપરા, શાહરૂખખાન ફીરોઝખાન પઠાણ (ઉ.વ.૨૨) રહે. મોરબી વીસીપરા, આરીફ મુસાભાઈ કુરેશી (ઉ.વ.૨૯), સલીમ ઉર્ફે રાહુલ ફિરોઝભાઈ પઠાણ (ઉ.વ.૨૦), મેહુલ રસિક જોગીયાણી (ઉ.વ.૧૯), રસુલ અલ્લાઉદીન પઠાણ (ઉ.વ.૧૯) અને સલીમ ઉર્ફે શમી ઇશાક શેખ (ઉ.વ.૨૨) રહે બધા  વિસીપરા મોરબી એમ સાત આરોપીને ઝડપી લીધા છે .જેમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આરોપીએ મોબાઈલ કીમત રૂપિયા ૫૦૦૦ અને ગુન્હામાં વપરાયેલ ઓટો રીક્ષા તથા અને એક મોબાઈલ કબજે કરેલ છ.રાજકોટ સીટી એ ડીવીઝનમાં આરોપીઓએ એક લેપટોપ કીમત રૂપિયા ૧૫૦૦૦ અને મોબાઈલ ૨ નંગ કીમત રૂપિયા ૭૦૦૦ ની ચોરી કરી હતી જે મુદામાલ રીકવર કરેલ છે.રાજકોટ બી ડીવીઝન પોલીસની હદમાં વર્ષ ૨૦૧૫ માં આશરે પાંચ કિલો ચાંદીની ચોરી અને મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાં જુદા જુદા સ્થળે જેમાં લાલપર પાસે કેનાલ નજીક કારખાનાની મજૂરોની ઓરડીમાંથી ત્રણ મોબાઈલ તથા નગર દરવાજા પાસે આરાધના એજન્સી બાજુમાં કપડાની દુકાનમાંથી એક મોબાઈલ અને મોરબી સુપર ટોકીઝ પાસે રામદેવ મોબાઈલમાંથી એક મોબાઈલ, મોરબી સુપર ટોકીઝ પાસે કરીયાણા દુકાનમાંથી એક મોબાઈલ અને જામનગર મુલામેડી બરદન ચોકમાંથી એક મોબાઈલ મળી કુલ આઠ મોબાઈલ ચોરી કરેલ જે કબજે કરેલ છે આમ ચોરી કરનાર તસ્કરો વેપારી ની નજર ચૂકવી મોબાઈલ સહિતની વસ્તુઓ ચોરી કરતા અને મોજશોખ રૂપિયા વાપરી નાખતા ચોરી કરનાર ગેંગમાં અન્ય કોઈ શખ્સોએ છે કે નહી અન્ય કોઈ ચોરી કરી છે કે નહી તેના માટે પોલીસ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat