Billboard ad 1150*250

મોરબી : ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા પાંચને એલસીબી ટીમે ઝડપ્યા

0 129
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કંડલા બાયપાસ રોડ પરથી જુગાર રમતા પાંચ આરોપીઓને મુદ્દામાલ સાથે મોરબી એલસીબીએ ઝડપી પાડ્યા

Post ad 2
Post ad 3

શહેરના મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ ગણેશ ટ્રાન્સપોર્ટની ઓફિસ માંથી જુગાર રમતા પાંચ આરોપીઓને રોકડ રૂપિયા 55, 500 સહિત 13, 89, 500 ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબીએ પકડી પાડયા છે અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા સાહેબે જિલ્લામાં જુગારની બદી  નાબૂદ કરવા અંગે ઝુંબેશના ભાગરૂપે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી  જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય મૈયડ , ભગીરથસિંહ ઝાલાને મળેલી હકીકતના આધારે મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન જાદવભાઈ વડાલીયા પોતાની ઓફિસે બહારથી માણસો એકઠા કરી જુગાર રમવાના સાધનો પૂરા પાડી તીનપત્તીનો જુગાર રમાડતા હતા. પોલીસે જીવણભાઈ કુંભારવાડીયા, રાજેન્દ્રસિંહ ઝાલા, ગિરધરભાઈ બારૈયા અને દિનેશભાઈ પટેલ ને રોકડ રૂપિયા 55500,  બે ફોરવીલ, 5 મોબાઈલ સહિત 13, 89, 500 ના મુદ્દામાલ સાથે કુલ પાંચ આરોપીઓની અટકાયત કરી હતી. અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat