


મોરબી એલસીબી ટીમે બે શખ્શોને ઝડપી લઈને મોરબી પંથકમાં ત્રણ અને રાજકોટના બે બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે તો આરોપી પાસેથી પાંચ મોટરસાયકલ આને સાત નંગ મોબાઈલ રીકવર કરવામાં આવ્યા છે.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે શનાળા નજીકના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હાજી અકબર માણેક નામના મિયાણા શખ્શને ઝડપી લઈને તેની પાસેથી ત્રણ મોટરસાયકલ કીમત ૫૫,૦૦૦ અને સાત મોબાઈલ ફોન કીમત ૯૫૦૦ મળીને ૬૪,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને મોરબી સીટી એ ડીવીઝનમાં થયેલી બે ચોરી અને મોરબી તાલુકાની એક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે જયારે તે ઉપરાંત આરોપી કિશન પ્રભુદાસ કગથરા રહે. રાજકોટ હુડકો ચોકડી વાળાને ઝડપી લઈને બે મોટરસાયકલ કીમત રૂ ૭૫૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
ચોટીલા પોલીસ મથક તેમજ રાજકોટમાં થયેલી બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે કુલ પાંચ વાહનચોરીના ગુન્હાના ભેદ ઉકેલી પાંચ મોટરસાયકલ કીમત ૧,૩૦,૦૦૦ અને સાત મોબાઈલ કીમત ૯૫૦૦ મળીને ૧,૩૯,૫૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.