


મોરબી એલસીબી ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન જુદી જુદી જગ્યાએથી દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને મુદામાલ સાથે આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ના ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમને મળેલી ખાનગી બાતમીને આધારે મોરબી હળવદ રોડ પર આવેલા આઈટીઆઈ સામે આવેલી ડીલક્ષ પાનની દુકાનમાં લાકડાનું પાટેશનમાં ૫૮ બોટલ વિદેશી દારૂ કીમત રૂપિયા ૧૭,૪૦૦ મળી આવતા મુદામાલ કબજે કરેલ છે. આરોપી મનોજ પ્રેમજી કૈલા રહે. નવી પીપળી વાળા હાજર નહિ મળી આવતા પ્રોહીબીશન કલમ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે બીજા દરોડામાં માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીને આધારે દરોડો કરતા હાઈવે પરના પેટ્રોલપંપ પાસે રહેતો અકબર હુશેન મોવરના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લીટર ૨૦ કીમત ૪૦૦ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત વનાળીયા સોસાયટીમાં હનીફા ઈસ્માઈલ મિયાણાના મકાનમાંથી દેશી દારૂની કોથળી મળી આવતા તે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

