


મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસની ટીમ ઘરફોડ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીને આધારે એલસીબી ટીમે આરોપી ભરતભાઈ રમણીકભાઈ વિંધાણી (ઉ.વ.૨૨) રહે. બંધુનગર મોરબી, નરેશભાઈ ભરતભાઈ માવી (ઉ.વ.૧૯) રહે. ઢુવા તા. વાંકાનેર એ બંનેને ઝડપી લઈને ચોરી થયેલ વિવિધ કંપનીના ૧૦ મોબાઈલ ફોન કીમત રૂપિયા ૦૧,૦૨,૩૦૩ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે. એલસીબી ટીમે બે આરોપીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.