અષાઢી બીજની રથયાત્રા પૂર્વે એક ઈસમ ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપાયો

મોરબી શહેરમાં શનિવારે અષાઢી બીજની શોભાયાત્રા પૂર્વે એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે

મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ની આગેવાનીમાં આગામી રથયાત્રાના તહેવારની સુરક્ષાને ધ્યાને લઇ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન એલ.સી.બી.ના હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણાને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકા ના ઢુવા ગામે, ભવાની હોટલ સામે, ઓવરબ્રીજ પાસેથી આરોપી ચરણરાજસિંહ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા ઝાલા રહે.નવા વધાસીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાને ગેરકાયદેસર મેગ્જીન વાળી પિસ્તોલ કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat