Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂ સાથે એકને ઝડપ્યો

 

મોરબી એલ.સી.બી ટીમે મોટર સાઈકલ પર દારૂ લઈને જતા એક યુવાનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એલસીબીના રવિરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબીના યંદુનંદન સોસાયટીમાં જવાના રસ્તે આરોપી યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગી કીર્તિસિંહ જાડેજા ત્યાંથી પસાર થતા તેને રોકી તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮ કીમત રૂ.૫૪૦૦ તથા મોટર સાઈકલ કીમત ૩૫૦૦૦ મળી કુલ મુદામાલ  કીમત રૂ.૪૦૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat