Billboard ad 1150*250

રાજ્યભરમાં ૨૪ લૂંટ-ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ

એલસીબી ટીમે બે સગીર સહિતના ૧૨ આદિવાસીને દબોચી લીધા

0 655

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળની ટીમ ચોરી અને લૂંટ સહિતના વણશોધાયેલા ગુન્હા શોધી કાઢવા માટે સઘન તપાસ ચલાવી હતી જેમાં બાતમીને આધારે હળવદ વિસ્તારમાં બે-ત્રણ દિવસથી ૧૦-૧૨ જેટલા દાહોદ વિસ્તારના આદિવાસી શંકાસ્પદ શખ્શો મિલકત વિરોધી ગુન્હાઓ કરવાના ઈરાદે ફરતા હોવાનું જાણવા મળતા એલસીબી ટીમે આરોપી મેહુલ સનુભાઈ પસાયા, ચુકીયાભાઈ માનાભાઈ મોહણીયા, પરદેશ સીતુભાઈ મોહણીયા, મુકેશ કેનીયાભાઈ ભાભોર, કાજુભાઈ માનસિંગ ભુરીયા, અનેશ મોતીભાઈ પસાયા, રમેશ કેશવાભાઈ ભાભોર, સકરાભાઈ ભુરજીભાઈ મોહણીયા અને રાજુભાઈ કાજુભાઈ મોહણીયા રહે. બધા દાહોદવાળાને તેમજ અન્ય બે માઈનોર સહીત કુલ ૧૨ ની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ મોરબી જીલ્લાના ટંકારા લજાઈ સીમમાં તેમજ હળવદ વિસ્તારની સ્કૂલ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી તેમજ ગુજરાત રાજ્યના રાજકોટ જીલ્લાના જેતપુર, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા તથા રાજકોટ શેહર તેમજ જામનગર જીલ્લાના જામજોધપુર, કાલાવડ, જોડિયા તથા જામનગર શહેર ઉપરાંત વડોદરા જીલ્લાના સાવલી, વડોદરા તાલુકામાં હાલોલ, સંખેડા, ગોધરા તાલુકા ભરૂચ વલસાડ જીલ્લાના વાપી, દાહોદ જીલ્લાના ધાનપુર, લીમડી તેમજ છોટા ઉદેપુર જીલ્લાના બોડલી અને ખેડા જીલ્લાની સ્કૂલ ચોરીઓ તેમજ રાત્રીની ઘરફોડ ચોરી, લૂંટના ગુન્હાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. આરોપીઓ પાસેથી એલસીબી ટીમે ૧૨ નંગ મોબાઈલ કીમત ૧૨,૦૦૦ રોકડા રૂપિયા, રોકડા રૂપિયા ૨૩૫૦૦, ચાંદીના છડા એક જોડી કીમત ૧૯૦૦૦ મળી કુલ ૫૪,૫૧૦ નો મુદામાલ કબજે કરેલ છે.

મોરબી સહિતના આઠ જીલ્લામાં ૨૪ ચોરીને અંજામ આપ્યો

મોરબી એલસીબી ટીમને મોટી સફળતા હાથ લાગી છે. મોરબી જીલ્લા સહીત રાજ્યના આઠ જેટલા જીલ્લામાં ચોવીસ ચોરીને આ ગેંગે અંજામ આપ્યો હતો. જેમાં પાંચ સ્કૂલ ચોરી, છ ઘરફોડ ચોરી, છ સ્થળે ઘાડ પાડવા ઉપરાંત એક લૂંટ અને છ જેટલી અન્ય ચોરીને અંજામ આપી આ ચડ્ડી ગેંગે તરખાટ મચાવ્યો હતો જોકે આખરે આ ટોળકી ઝડપાઈ ગઈ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat