

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસની આગેવાની હેઠળની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, નર્મદા અને પાટણ સહિતના જીલ્લામાં મંદિરમાંથી ચોરી કરનાર નટ જાતિના શખ્શો અંબાજી જીલ્લો બનાસકાંઠામાં ઝુપડા બનાવી રહે છે જે ગુજરાતભરમાં મંદિર ચોરી કરવા નીકળ્યા હોય આજે મોરબી ટીંબડી પાટિયા પાસે આવ્યા હોય જે બાતમીને આધારે એલસીબી ટીમેવોચ ગોઠવીને આરોપી અર્જુન રાવતાભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) રહે. ધનસુરા જી. અરવલ્લી, પોપટભાઈ પ્રતાપભાઈ નટ (ઉ.વ.૪૮) રહે. અંબાજી જી. બનાસકાંઠા, પ્રહલાદભાઈ બચુભાઈ રાઠોડ (ઉ.વ.૨૭) રહે. આબુ રોડ રાજસ્થાન અને વિક્રમ રાવતાભાઈ રાઠોડ (ઉ.વ.૨૭) રહે. આબુ રોડ રાજસ્થાન એ ચાર શંકાસ્પદ ઈસમોને ઝડપી લેવાયા છે જયારે યુંનીશ સુલેમાન મનસુરી રહે. બનાસકાંઠા વાળનું નામ ખુલ્યું છે. એલસીબી ટીમે ઝડપાયેલા ચાર ઇસમોને કચેરીએ લાવીને સઘન પૂછપરછ કરતા આરોપીઓએ મોરબી જીલ્લાની કુલ પાંચ અને અન્ય જીલ્લાની સાત મળીને કુલ ૧૨ મંદિરમાં ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં પકડવામાં બાકી રહેલો આરોપી યુંનીશની ગાડીમાં આરોપી આવી ચોરી કરતા અને ચોરીનો માલ ચુનીલાલ હિમતલાલ સોની રહે. દાતા જી. બનાસકાંઠા વાળાની પ્રિન્સ જવેલર્સ નામની સોનીની દુકાને વેચી દીધો હોવાનું જણાવ્યું હતું.
નટ ગેંગે ૧૨ મંદિરોમાં ચોરીને આપ્યો’તો અંજામ :
એલસીબી ટીમને હાથે ઝડપાયેલા નટ ગેંગના શખ્શોએ ચોરીની કબુલાત આપી હતી જેમાં મોરબી જીલ્લા સહીત પાંચ જીલ્લામાં કુલ ૧૨ મંદિરોને નિશાન બનાવ્યા હતા જેમાં મોરબી તાલુકામાં ૨, માળિયા તાલુકામાં ૨ તેમજ હળવદમાં એક ઉપરાંત સુરેન્દ્રનગરમાં ૦૪, તેમજ અમદાવાદ, પાટણ અને નર્મદા જીલ્લામાં ૧-૧ મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો.