Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાજસ્થાનમાં અપહરણના ગુન્હામાં ફરાર આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપ્યો

રાજસ્થાનમાં અપહરણ અને પોસ્કોના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ફરાર હોય જેને મોરબી એલસીબી ટીમે દબોચી લઈને રાજસ્થાન પોલીસને સોપ્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય જે દરમિયાન રાજસ્થાનના પાલી જીલ્લાના આણંદપુરકાલુ પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોસ્કો અને એટ્રોસિટી જેવા ગંભીર ગુન્હા આચરનાર વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં મોરબી એલસીબી ટીમને સફળતા મળી છે અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી હતી તેમજ આરોપીને પકડી રાજસ્થાન પોલીસને સોપવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat