Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી એલસીબી ટીમે ઝડપી લીધેલા ફકીર ગેંગના ૧૦ આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર

૧૭ ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત, પોલીસ કરશે વધુ પૂછરપછ

વાંકાનેરના ટોલનાકા નજીક આવેલ પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાનું પ્લાનિંગ કરનાર ટોળકી લૂંટને અંજામ આપે તે પૂર્વે જ મોરબી એલસીબી ટીમે લૂંટારૂ ગેંગના ૧૦ ઇસમોને દબોચી લઈને હથિયાર સહિતનો મુદામાલ કબજે લીધો છે તો ઝડપાયેલા તમામ ૧૦ આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે.

વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક આવેલા રાજ્શક્તિ પેટ્રોલપંપને લૂંટવાનો પ્લાન બનાવનાર ટોળકીના અજય કેશર વડાલીયા, ઇમરાન દાઉદ સંધી, મેરૂ ઉર્ફે મેરો નરશીભાઈ પીપળીયા, પ્રકાશ ઉર્ફે પકો નરશી પીપળીયા, રસુલશા હાજીશા શાહમદાર, બાદશાહ રમજાન શાહમદાર, નીતેશ જશવંત ઉર્ફે જશભાઈ કોળી, સલીમશા ઉર્ફે ઢેબો મેરાશા દીવાન, સમીરશા મેરાશા દીવાન અને શહેજાન ઉર્ફે મુસો હનીફભાઈ ફકીર એમ ૧૦ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા તો એલસીબી ટીમે આરોપી પાસેથી દેશી બંદુક, નવ કાર્ટીસ અને છરી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે લૂંટના આરોપીને દબોચી લીધા બાદ વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસને સોપવામાં આવી હોય છે

આરોપીની પૂછરપછ માટે આજે વાંકાનેર સીટી પીઆઈ બી.ટી.વાઢીયાએ આરોપીઓને સાત દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા આરોપીને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધુ કોઈ ગુન્હા આચર્યા છે કે કેમ તેમજ અગાઉ આચરેલા ગુન્હાનો મુદામાલ રીકવર કરવાની તજવીજ આદરી છે.

Comments
Loading...
WhatsApp chat