



નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગ ડી.એન.પટેલ તથા પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.સબ.ઈન્સ. આર.ટી.વ્યાસની સુચનાથી કિશોર મકવાણા પો.હેડ કોન્સ. એસ.ઓ.જી.નાઓને ખાનગી રહે મળેલ બાતમીના આધારે અમરાપર સીમ ટંકારા તા.ની ખરાબવાળી જગ્યામાં રાજકોટનો બુટલેગર ફિરોજ હાસમભાઈ સંધીએ પોતાના સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારેલ છે.જે હકીકત આધારે મોરબી એલ.સી.બી તથા એસ.ઓ.જી સ્ટાફ મળી સયુકત રીતે હકીકત વળી જગ્યાએ દરોડો પડતા વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૨૦ તથા બીયરના ટીન નંગ-૧૩૨૦ મળીને કુલ રૂ.૭૮૦૦૦નો જથ્થો તથા વાહન કીમત રૂ.૫૪૦૦૦૦ મળી કુલ ૧૫૧૮૦૦૦ના મુદામાલ સાથે મગનભાઈ(મગો) રાયસિંગભાઈ રોજાસરા(કોળી) રહે-રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડી,શિવનગર શેરી-૧,રીચેસ બાબુભાઈ બાવળીયા(કોળી) રહે-રાજકોટ પેડક રોડ,ગાંધી સ્મૃતિ સો. શેરી-૧ ને પકડી પડ્યા છે.તેમજ ફિરોજ(ફીરીયો)હાસમભાઈ સંધી રહે-રાજકોટ દેવપરા મેઈન રોડ નામ ખુલતા ટંકારા પોલીસમાં તેના વિરોધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

