મોરબી એલ.સી.બી.એ મોરબી સહિત અન્ય બે જીલ્લાની મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલ્યો

મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની સુચનાથી એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. રજનીકાંત ધનજીભાઈ કૈલા તથા પો.કોન્સ. નંદલાલ દેવજીભાઈ વરમોરા તથા પેરોલ ફલોના પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજાને ખાનગી બાતમી મળતા હરેશ જીલાભાઈ સારલા (ઉ.૨૦) રહે-નળખંભા જી.સુરેન્દ્રનગર અને શ્યામરાજ જગુભાઈ કરપડા (ઉ.૧૯) રહે-વેલાળા જી.સુરેન્દ્રનગર વાળાઓને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ગયેલ બજાજ પ્લેટીના મો.સા. તથા મોબાઈલ ફોન નંગ-૧ કુલ મળી કીમત રૂ.૧૬૦૦૦ તથા સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પો.સ્ટે.ના ચોરીમાં ગયેલ બે મો.સા. અને મહેસાણા બી.ડીવીઝન પો.સ્ટે.ના ચોરીમાં ગયેલ એક મો.સા.એમ કુલ-૪ મોટર સાઈકલ તથા એક મોબાઈલ ફોન મળી કુલ કીમત રૂ.૫૧૦૦૦ નો મુદામાલ શોધી કાઢીને તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat