Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૫ પતાપ્રેમીઓ રૂપિયા ૩ લાખથી વધુની મતા સાથે જડપાયા

મોરબીમાં શનાળા રોડ પર મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ગત મોડી રાત્રીના એલ.સી.બી. ના ઇન્ચાર્જ પી.આઈ, આર.ડી.વ્યાસ , એલ.સી.બી નો સ્ટાફ તેમજ એ-ડીવીઝન સ્ટાફે સાથે મળીને કિશોર હરજીવન પનારા ના ઘરે દરોડા પાડતા સંજય રામજીભાઈ કાસુન્દ્રા, મનોજ મોહનભાઈ આદ્રોજા ,ધીરજલાલ હરજીવનભાઈ ભાડજા , નરેન્દ્ર દુર્લભજીભાઈ સાદરીયા, હિતેન મનસુખભાઈ મારવાણીયા , ચંદ્રકાન્ત બચુભાઈ સાદરીયા , ચંદુલાલ સવજીભાઈ પનારા ,કેતન સવજીભાઈ રાણીપા , નરેન્દ્ર મધુભાઈ જેતપરિયા , અરવિંદ સવજીભાઈ પનારા , ભીખાલાલ હરખાભાઇ કાવર    , ગોવિંદ હરજીવનભાઈ પનારા , મહાદેવ ગણેશભાઈ જાકાસણીયા અને રવીન્દ્ર વનમાળીદાસ કુબાવત સહિતના ૧૫ પતા પ્રેમીઓની પતા ટીચતા રંગે હાથ જડપી લીધા હતા અને તેની પાસેથી રૂપિયા ૩ લાખથી વધુની રકમ કબજે કરવમાં આવી છે

Comments
Loading...
WhatsApp chat