હળવદ નજીક ક્યા ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા શખ્સોને LCB જડ્પ્યા ?

રૂપિયા ૭૫ હજારથી વધુની રોકડ કબજે કરવામાં આવી

મળતી વિગત મુજબ હળવદના ચરડવા ગામે જુગાર રમાતો હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચે ને મળી હતી ત્યારે રાત્રીના સમયે LCB ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમાર ,જયવતસિંહ ગોહિલ, ભરત મિયાત્રા , પૃથવીસિંહ જાડેજા , ચંદુ કલોતરા, સંજય આહિર, રાજુદન ગઢવી સહિતના સાથે મળી ચરડવા સમલી રોડ પર આવેલ ધરતી ફાર્મમાં દરોડા પાડતા ફાર્મનો માલિક વલમજી મોહન પટેલ , રાજેશ દામજીભાઈ સોલકી, દિનેશ મનહર સેતા, હીરાલાલ વાસુદેવભાઈ માખીજા , મનજી ભુરાભાઈ કાલરીયા , અને દિનેશ કાનજીભાઈ જરોડીયા તમામ શખ્સો ને રૂપિયા ૭૫ હજારથી વધુની રોકડ સાથે જડપી લેવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat