મોરબી LCB આમરણ-ખાનપર વચ્ચે થી દારૂના જથ્થા સાથે 1 ને જડપયો

અન્ય 4 શખ્સોના નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી

જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સુચનાથી lcb ના ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમાર , રાજુદાન ગઢવી, સંજય આહીર, ભગીરથ ઝાલા, ભરત મિયાત્રા, ચંદુ કરોતરા સહિત નો સ્ટાફ પેટ્રોલિંગ હતા ત્યારે મળેલી બાતમીના આધારે આમરણ- ખાનપર વાળા રસ્તા ઉપર વોચમાં હતા ત્યારે શંકાસ્પદ કાર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી 192 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 57600,એક મોબાઈલ 500 રૂપિયા ,કાર રૂપિયા 2.50 લાખ આમ કુલ 3 લાખ થી વધુના મુદમાલ સાથે સંજય પરમાર રહે.રાજકોટ વાળા ને ઝડપી લીધો હતો જ્યારે તેની પૂછપરછ કરતા તેણે આ દારૂ ફડસર ના ભરત પાસે થી લીધો હતો અને  રાજકોટ માં રહેતા તેના અન્ય સાગરીતો  ઇરફાન ઘાચી, મહિપત ડોડિયા, રાજુ નામના શખ્સો નામ આપતા પોલીસે જે 4 શખ્સો ના નામ ખુલયા તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

 

Comments
Loading...
WhatsApp chat