મોરબી LCB કેટલી ચોરીના ભેદ ઉકેલ્યા જાણો અહી ?

૨ આરોપી જડપી મુદામાલ પણ રીકવર કર્યો

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમારની આગેવાની હેઠળની એલસીબી ટીમ ગઈકાલે મોરબી ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગી રાહે મળેલી બાતમી મળી હતી કે હાઉસિંગ સર્કલ નજીક બે દેવીપુજક ઈસમો જે ચોરી કરવા ટેવાયેલા છે તે બાતમીને આધારે વોચ ગોઠવતા હાઉસિંગ સર્કલ નજીકથી પસાર થતા જીલુભાઈ ઉર્ફે જીલીયો ધીરુભાઈ જખાણીયા દેવીપુજક (ઉ.વ.૨૧) રહે. હળવદ અને સંજય કરશન સારોલયા દેવીપુજક (ઉ.વ.૨૬) રહે. ભચાઉ કચ્છ વાળાને ઝડપી લઈને આગવી ઢબે પૂછપરછ કરતા બંને ઇસમોએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદી રાજેશ કરશન મર્મર રહે. સરા રોડ હળવદ વાળાના મકાનમાંથી સોનાની બુટી કીમત ૬૦૦૦, શેરૂ કીમત ૫૦૦૦, વીટી નંગ ૨ ૧૨૦૦૦ અને રોકડ ૧૨૦૦૦ મળીને કુલ ૩૫૦૦૦ ના મુદામાલ ચોરી કરી હતી જે પૈકી સોનાની બુટી જોડી એ, સોનાની શેરૂ અને સોનાની વીટી નંગ ૨ સહિતનો મુદામાલ કબજે કરેલ છે તેમજ હળવદ પોલીસ મથકમાં ફરિયાદી વિનોદ ત્રિવેદી રહે. હળવદ વાળાના મકાનમાંથી સોનાની ચેન કીમત ૧૫૦૦૦, પેન્ડલ નંગ ૩ કીમત ૧૧,૦૦૦, વીંટી કીમત ૪૦૦૦ તથા કડી કીમત ૧૨૦૦૦ અને ચાંદીની બે લકી કીમત ૨૦૦૦ અને ચાંદીની બે કદલી ૫૦૦ રૂપિયા મળીને કુલ ૪૯૦૦૦ તથા જુદી જુદી બેંકની પાસબુક અને ચેકબુક મળી કુલ ૯૩,૫૦૦ ની ચોરી કરી હતી જે પૈકી સોનાનો ચેન તથા પેન્ડલ નંગ ૩ તેમજ ચાંદીના દાગીના મળીને કુલ ૨૬,૭૨૪ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે. તે ઉપરાંત બંને ઇસમોએ અન્ય ચાર સ્થળે ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબુલાત અપાતા તે મુદામાલ રીકવર કરવા માટે એલસીબી ટીમે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat