Billboard ad 1150*250

બોટાદના લૂટના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને મોરબી એલ.સી.બી ઝડપ્યો

0 105
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ મથકના આંગડીયા પેઢીના લુટના ગુન્હામાં તથા થાનગઢના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચાનથી એલ.સી.બી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ મથકના પી.વિજય આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી રોકડા રૂ.૬,૨૮,૦૦૦  તથા હીરાના પેકેટ નંગ-૪૨ કીમત રૂ.૩૩,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૯,૨૮,૦૦૦ ની લુટનો ગુન્હો ફરિયાદી રાકેશભાઈ ઉર્ફે આર.કે. રમણીકભાઈ પટેલએ નોંધાવ્યો હતો

જે મામલે બોટાદ એલ.સી.બી ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવેલ હોય અને આરોપી ચંદુ ઉર્ફે ઢીંગલી ઉર્ફે સંજય નરશીભાઈ કોળી નાસ્તો ફરતો હોય અને સાડા ત્રણેક માસથી પોલીસ તપાસમાં હોય દરમિયાન મોરબી  એલ.સી.બી. ટીમને બાતમી મામેલ કે  મોરબીના ત્રાજપર ચોકડી નજીક આરોપી ચંદુ ઉર્ફે ઢીંગલી કોળી મળી આવતા તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ઝડપાયેલ આરોપી સને-૨૦૧૬ માં થાનગઢ વિસ્તારમાં થયેલ જુથ  અથડામણમાં બે ગુન્હામાં પકડાઈ ચૂકેલ છે તેમજ ચાલુ વર્ષમાં થાનગઢ પોલીસ મથકના દારૂના ગુન્હામાં પણ સંડોવાયેલ છે પકડવાનો બાકી છે. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat