


મોરબી પંથકમાં તીન પત્તી જુગાર સાથે હવે ક્રિકેટ સટ્ટાનું પ્રમાણ વધી રહ્યું છે આજે મોરબી એલસીબી ટીમે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને દબોચી લઈને લેપટોપ, મોબાઈલ સહિત 30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી વ્યાસની ટીમને બાતમી મળી હતી કે ચિત્રકૂટ સોસાયટીના રહેણાંક મકાનમા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોય એલસીબી ટીમેં સ્થળ પર દરોડો કરતા પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટી 20 મેચ પર સટ્ટો રમતા વિપુલ મનસુખ અધારાને દબોચી લઈને લેપટોપ, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ 30,500 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

