



મોરબી એલસીબી ટીમે ગત રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન કાલિકા પ્લોટ વિસ્તારમાંથી આરોપી રફીક મુસાભાઈ કોઢ મિયાણા (ઉ.વ.૨૭) રહે. કાલિકા પ્લોટ મોરબી અને કરીમ રસુલ માલાણી (ઉ.વ.૪૫) રહે. ટીંબડી પાટિયા વાળાને શંકાસ્પદ હાલતમાં રોક્યા હતા જે બંને શખ્શો બાઈક ચોરીના ગુન્હામાં સંડોવાયેલા હોય, આરોપી પાસેથી એલસીબી ટીમે ચોરી કરાયેલા ત્રણ બાઈક રીકવર કરી બંને આરોપીને ઝડપી લીધા છે. તેમજ ચોરીના બંને આરોપીની વધુ પૂછપરછમાં અન્ય કેટલીક બાઈક ચોરીના ગુન્હાના ભેદ ઉકેલાય તેવી માહિતી પણ આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.

