

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમારની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક મોટી ઉમરનો વ્યક્તિ ડાબા પગે લંગડાતો ચાલે છે તેની પાસે ડીઝાઇન વાળી થેલીમાં લાયસન્સ વગરની પિસ્તોલ છુપાવેલી હોવાની મળેલી બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવતા વાંકાનેર બાઉન્ડ્રી નજીકના સી.એન.જી પેટ્રોલપંપ નજીકથી પસાર થતા ઈમાનસિંહ ભંગુસિંહ ચૌહાણ ભીલ (ઉ.વ.૫૫) રહે. ગાયત્રી નગર, તા. મનાવર મધ્યપ્રદેશવાળાને ઝડપી લઈને તેની પાસે રહેલી બે લોખંડની હાથ બનાવટની મેગજીન વાળી પિસ્તોલ તથા વધારાના બે મેગેઝીન ખાલી અને જીવતા ૧૦ કાર્ટીસ મળી કુલ રૂપિયા ૮૩,૦૦૦ ની કિમતના હથિયારો સાથે મળી આવતા તમામ મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બે પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે આરોપી ઝડપાયા બાદ તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી હથિયાર કોની પાસેથી લાવ્યો અને કોને સપ્લાય કરવા જતો હતો અથવા કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાના ઈરાદે તેને હથિયાર પાસે રાખ્યા હતા તેના ખુલાસા થઇ સકે છે તેવા સંકેતો આધારભૂત સુત્રોમાંથી મળી રહ્યા છે.