મોરબી LCB દારૂ ના ગુનામાં નાસ્તા ફરતા ચાર આરોપી ઝડપયા

મોરબી તાલુકા અને હળવદ ના ગુનામાં ફરાર હતા આરોપી

જીલા પોલીસ વડાજયપાલસિંહ રાઠૌડ મોરબીનાઓએ પ્રોહીબીશનની બદી નાબુદ કરવા તથા પ્રોહી. ગણનાપાત્ર કેસના નાસતા ફરતા આરોપીઓ પકડીપાડવા આપેલ સુચના મુજબ બી.આર.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી નાઓએ એલ.સી.બી.સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપતા એલ.સી.બી.શાખાના પો.હેઙકોન્સ. અશોકભાઇ પી. દેત્રોજા તથા વિક્રમસિંહ એસ.બોરાણા તથા કૌશીકભાઇ ડી.મારવાણીયા તથા પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા યોગરાજસિંહ આર. જાડેજા તથા અશોકસિંહ પી.ચુડાસમા તથા ભરતભાઇ પી.મીયાત્રા તથા ભગીરથસિંહ એસ.ઝાલા તથા સંજયભાઇ બી.મૈયડ તથા ધર્મેન્દ્રસિંહ ડી.ઝાલા તથા દીનેશભાઇ બાવળીયા એમ બધા મોરબી તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન મોરબી તાલુકા ના ફડસર ગામે આવતા મોરબી તાલુકા પો.સ્ટે. મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુનાના કામે કી.રૂ.૬,૫૭,૮૦૦/- નો મુદામાલ મળી આવેલ તેમજ હળવદ પો.સ્ટે.પ્રોહી ગુનાના કામે.૫૨૪૮/૧૬ મુજબના ગુનાના કામે કુલ કી.રૂ.૧,૪૨,૯૦૦/- નો મુદામાલ મળી આવેલ જે ગુનાના નાસતા ફરતા આરોપી લાખાભાઇ મેરામભાઇ બાળા રહે. ફડસર તેમજ મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી. ગુનાના કામે કુલ કી.રૂ.૨૧,૯૦,૬૦૦/- નો મુદામાલ મળી આવેલ જેના નાસતા ફરતા આરોપી (૧) અજયભાઇ કરશનભાઇ વાધેલા (૨) ભુપતભાઇ દેવજીભાઇ કુંભારવાડીયા (૩) કાનજી ભાણજી ગરચર રહે. બધા ફડસર એમ કુલ ૪ આરોપીઓ મળી આવતા અટક કરેલ છે. અને પકડાયેલ મુદામાલ ઇંગ્લીશ દારૂ કયાથી કોની પાસેથી મેળવેલ હોય અને કોને આપવાનો હતો તે બાબતે ની વધુ પુછપરછ માટે પોલીસ રીમાન્ડ માટેની તજવીજ ચાલુ છે.

Comments
Loading...
WhatsApp chat