Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી LCBએ નાસ્તા ફરતા બે આરોપીને ઝડપ્યા

જીલ્લા પોલીસ વડાજયપાલસિંહ રાઠૌડ મોરબીનાઓએ પ્રોહીબીશનની બદી નાબુદ કરવા તથા પ્રોહી. ગણનાપાત્ર કેસના નાસતા ફરતા આરોપીઓ પકડીપાડવા આપેલ સુચના મુજબ  આર.ટી.વ્યાસ  ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી નાઓએ એલ.સી.બી.સ્ટાફને સૂચના અને માર્ગદર્શન અને સુચના આપતા પેરોલ ફલો સ્કવોડને મળેલ હકીકતના આધારે બે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડેલ છે.જેમાં  મોરબી તાલુકા પો,સ્ટે.ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રોબીન ડુંગરભાઇ ડાભી(કોળી)(ઉ.૧૯)રહે-મહેન્દ્રનગર મૂળ-પ્રતાપગઢ,હળવદ વાળાને મહેન્દ્રનગર ચોકડી પાસેથી ઝડપ્યો છે.જયારે મોરબી સીટી ઈ.ડીવીઝન પો. મથકના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શંકર ઉર્ફે બિહારી મદનલાલ રાણા(ઉ.૨૨) મૂળ-પાધળીયા,રાજસ્થાન હાલ રહે મોરબી લીલાપર રોડ ગૌશાળા સામે વાળાને લીલાપર ચોકડી પાસેથી પકડી પડ્યો છે. પકડાયેલ મુદામાલ કયાથી કોની પાસેથી મેળવેલ હોય અને કોને આપવાનો હતો તે બાબતે ની વધુ પુછપરછ માટે પોલીસ રીમાન્ડ માટેની તજવીજ ચાલુ છે.

Comments
Loading...
WhatsApp chat