Billboard ad 1150*250 Billboard ad 1150*250

લાતીપ્લોટમાં વગર વરસાદે ઢીચણ સમાં પાણી ભરાતા વેપારીઓ રોષે ભરાયા

વરસાદ બાદ સફાઈ કામગીરીમાં પાલિકા તંત્ર નિષ્ફળ

મોરબીના લાતીપ્લોટ વિસ્તારને ભાજપનો ગઢ ગણવામાં આવે છે પરંતુ ભાજપને ખોબલે-ખોબલે મત આપતા વેપારી,ઉદ્યોગપતિઓને વર્ષોથી સાફ સફાઈ,ગટર,રાડ-રસ્તા,અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્ને સતત અન્યાય થઇ રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાતા હોવાથી ધંધા રોજગાર ધરાવતા લોકો સ્થાનિક સત્તાધીશોની લાપરવાહથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

છેલ્લા ત્રણ દિવસ થી વરસાદ બંધ થવા છતાં હજુ પણ લાતી પ્લોટના શેરી નંબર 2, 6 અને 7 સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમાણા પાણી ભર્યા છે અને લોકોએ પોતાના ધંધા રોજગાર માં મીની વેકેશન જાહેર કરવા પડ્યા છે.વધુમાં વેપારી આલમ દ્વારા ભાજપ રાજમા વેપારીઓની દુર્દશા થવામાં હવે આજ બાકી હતું તેમ કહી અંતમાં અવનારી ચૂંટણી સુધી મૂંગા મોઢે બધું સહન કાર્યા કરશું તેવી માર્મિક ટકોર કરવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat