લાલપર ગામે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાશે

ભગવાન શ્રી કૃષ્ણા જન્મની ઉજવણી દેશભરમાં ખુબ ઉત્સાહપૂર્વક કરવામાં આવશે.કૃષ્ણજન્મોત્સવ નિમિતે મંદિરોમાં અને શહેરના મુખ્ય ચોક ખાતે મટકીફોડના કાર્યક્રમો યોજાશે.મોરબીમાં પણ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવશે જેમાં મોરબીના લાલપર ગામે રામજી મંદિર ખાતે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવશે.જેમાં તા.૧૪ ને સોમવારે રાત્રીના રાસ ગરબા અને તા.૧૫ ને કૃષ્ણજન્મોત્સવ નિમિતે સવારે ૮ વાગ્યે  શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.લાલપર ગામે કૃષ્ણજન્મોત્સવનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને લાલપર ગામ તથા યુવા ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat