મોરબીના લાલપર નજીકની દુકાનમાંથી રૂપિયા ૨૭ હજારથી વધુની લૂટ

 

        મોરબીના લાલપર નજીક મોબાઈલની દુકાનમાં બે અજાણ્યા શખ્શોએ લોખંડના પાઈપ જેવા હથિયારો બતાવીને મોબાઈલ તેમજ અન્ય સામાનની લૂટ ચલાવી છે. જે મામલે ભોગ બનનાર યુવાને દીપક પ્રાગજી વાગડિયા ગુર્જર નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લાલપર નજીકની શ્યામ હોટલ પાસે તેની મોબાઈલ રીપેરીંગની દુકાન આવેલી હોય જ્યાં ગઈકાલે બે હિન્દી ભાષી જેવા અજાણ્યા શખ્શો લોખંડનો પાઈપ જેવા હથિયારો સાથે આવ્યા હતા જેને દુકાનદારને ધમકીઓ આપીને દુકાનમાં રહેલા મોબાઈલ રીચાર્જના બે ડેમો ફોન, ૧૦ થી ૧૫ અન્ય રીપેરીંગ માટે આવેલા મોબાઈલ, રોકડ રકમ તેમજ તેનું હોન્ડા મોટરસાયકલ ઉપરાંત આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટની લૂટ સહિત રૂપિયા ૨૭,૫૦૦ થી વધુની લુટ ચલાવી ફરાર થયા છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat