

મળતી વિગત મુજબ મોરબીના લાલપર પાસે આજે સવારના સમય વિધાયથીઓ એસ.ટી.બસો રોકી ને ચકાજામ કર્યો હતો વિધાયાર્થીઓ કેહવા મુજબ વાંકાનેર ડેપોથી જે બસો આવે છે તે ભરાયને આવે છે જેથી બીજા રસ્તામાં આવતા ગામડાઓમાં બસો ઉભી રાખવામાં આવતી નથી જેના લીધે મોરબી જતા વિધાયર્થીઓ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ ઉકેલ આવતો નથી જેના લીધે આજે વેહલી સવારે વિદ્યાયર્થીઓ ૩ જેટલી બસો રોકતા મોરબી-વાંકાનેર હાઈવે પર ચકાજામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ અને એસ.ટી વિભાગ ની ટીમો દોડી ગઈ હતી અને સમજાવટ અને એસ.ટી.ડેપો મેનજર અશોક કરમટા સાથે વાત કરતા તેમેણ જણાવ્યું હતું કે તારીખ ૨૯ સુધી પ્રશ્ન હલ થઇ જવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો પણ આ ચકાજામ લીધે કેટલાક લોકો ટ્રાફિક જામ ફસાયા હતા