મોરબી : ઉંચી માંડલ ગામે લક્ષ્મીજી અવતરણના વધામણા, દીકરો દીકરી એકસમાન સૂત્ર સાર્થક કર્યું

મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા પરિવારમાં દીકરીનો જન્મ થતા સોલંકી પરિવારે લક્ષ્મીજી અવતરણની ધામધુમથી ઉજવણી કરી હતી અને હરખભેર દીકરીને ઘરમાં આવકારી દીકરો દીકરી એક સમાન છે તે સુત્રને સાર્થક કર્યું છે

મોરબી ઉંચી માંડલ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હરેશભાઈ પોપટભાઈ સોલંકીના પુત્ર હિતેશભાઈના લગ્ન ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફરજ બજાવતા જીજ્ઞાશાબેન સાથે કર્યા હોય હિતેશભાઈ અને જીજ્ઞાશાબેનના ઘરે ગત તા. ૦૪-૦૨ ના રોજ લક્ષ્મીજીનો જન્મ થયો હતો જીજ્ઞાશાબેન પિતાના પિયર વાસદા ગામે હોય અને મેટરનીટી લીવ પૂર્ણ થતા ઘરે પરત ફર્યા હોય ત્યારે હરેશભાઈ સોલંકીએ અને પુરા પરિવારે દીકરીનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું અને દીકરો-દીકરી એકસમાન હોય છે તેવો સંદેશ પણ સમાજને આપ્યો છે

Comments
Loading...
WhatsApp chat