



મોરબીના સામાકાંઠે વિદ્યુતનગરમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના વતની અનિતાલિંગા કેદારલિંગા ખંડાયત નામની પરણીતાએ બપોરે ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. પરિણીતાનો પતિ સિરામિકમાં કામ કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરણિતાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો છે.

