મોરબી : મહિલા ડોક્ટરની ઇન્ટરનેશનલ અમેરિકન સ્કોલરશીપ માટે પસંદગી.

મોરબીના મહિલા ડોકટરે કેન ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ સ્કોલરશીપ મેળવી તથા તેઓ આગામી વર્ષે યોજાનાર અમેરિકન યુરોલોજી એસોસીએશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ૨૦૧૯ માં ભાગ લેવા માટે જશે.
ડો. ધૃતિ કલસરીયા અમલાણી અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના ડીપાર્ટમેન્ટ ઓફ પીડીયાટ્રીક સર્જરીના M.Ch ફાઈનલ યરમાં અભ્યાસ કરતા હોય જેની પ્રતિષ્ઠિત એવા કેન ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ સ્કોલરશીપ,સિકાગો,અમેરિકા માટે પસંદગી કરવામાં આવી છે. ડો. રાકેશ જોષી (પ્રોફેસર અને હેડ,ડીપાર્ટમેન્ટ ઓફ પીડીયાટ્રીક સર્જરી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ) ના માર્ગદર્શન હેઠળ આ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યા છે અને ૫૦૦૦ USD સ્કોલરશીપ મળતા તેઓ શિકાગો યુનીવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ પીડીયાટ્રીક યુરોલોજી માં આગામી વર્ષે મેં-જુન ૨૦૧૯માં ટ્રેનિંગ લેવા માટે જશે . તથા તે જ સમયે યોજાનાર અમેરિકન યુરોલોજી એસોસીએશન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ AUA ૨૦૧૯ માં પણ ભાગ લેશે.
તેઓ પોતાની કોલેજના અને રાજ્યના પ્રથમ સર્જન તથા વિદ્યાર્થી છે જેમને આ ઇન્ટરનેશનલ સ્કોલરશીપ મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને દર વર્ષે આ સ્કોલરશીપ માટે વિશ્વભરમાંથી માત્ર બે ડોકટરોની જ પસંદગી કરવામાં આવે છે. શિકાગો યુનિવર્સિટી ની હોસ્પિટલ પીડીયાટ્રીક યુરોલોજી માટે ની વિશ્વની ઉચ્ચતમ સંસ્થા માનવામાં આવે છે. આ હોસ્પિટલ માંથી ટ્રેનિંગ મેળવીને ડોક્ટર ધૃતિ કલસરીયા અમલાણી સૌરાષ્ટ્રમાં અને રાજકોટ ખાતે પીડીયાટ્રીક યુરોલોજીમાં સેવા આપશે.

ઉલ્લેખીનય છે કે ધૃતિ મહુવાના પૂર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કલસારીયાના પુત્રી છે તથા મોરબીના નિવૃત પી.આઈ. સુંદરજીભાઈ અમલાણી અને રાજકોટના પ્રખ્યાત યુરોલોજીસ્ટ ડૉ. જીતેન્દ્ર અમલાણીના પુત્રવધુ છે.

Comments
Loading...
WhatsApp chat