Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

લાલપરની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ

મોરબીની યુવતીનો અગમ્ય કારણોસર આપઘાત

મોરબીના વિસીપરામાં આવેલ રોહીદાસ પરા વિસ્તારની રહેવાસી શ્વેતા રમેશભાઈ લોરિયા (ઊવ ૨૦) નામની યુવતીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે યુવતીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી છે તેમજ યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

મોરબીના લાલપર ગામની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ

મોરબી તાલુકાના લાલપર ગામના રહેવાસી રેખાબેન રબારી (ઊવ ૨૩) નામની પરિણીતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ શૈલેશભાઈ રબારી, સસરા રમેશભાઈ જગરામભાઈ તેમજ સાસુ દેવીબેન રમેશભાઈ સહિતનાઓએ પરિણીતાને મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબી તાલુકા પોલીસે આઠ પશુઓને છોડાવ્યા

મોરબીના નવી ટીંબડી ગામ નજીક રાજ હોટલ પાછળ રહેતા પાર્થ મનસુખભાઈ નેસડીયા નામના યુવાને આપેલી બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે રાત્રીના સમયે મોરબી કંડલા બાયપાસ રવિરાજ ચોકડી નજીકથી પસાર થતા ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાં ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધેલી હાલતમાં આઠ પાડા મળી આવ્યા હતા જેની કીમત ૪૦ હજાર તેમજ ટ્રક સહિતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે અને ટ્રક સાથે પોલીસે મોરબી વાંકાનેર દરવાજા નજીક રહેતા હુશેન ગની મઠીયા (ઊવ ૩૫) વાળાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat