મોરબીમાં લોક મેળાની ગરજ સરતા ક્રિષ્ના ઉત્સવ મેળાનું આજે ઉદધાટન

મોરબી નગરપાલિકા આયોજિત લોકમેળો રદ્દ થયો છે ત્યારે મોરબીની પ્રજા માટે હરહંમેશ સેવા માટે તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત લોકમેળો પ્રજાજનોને સતત ૮ વર્ષથી મનોરંજન પૂરું પાડ છે.. મેળાના આયોજક યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ લોકમેળાનું આયોજન થાય છે. અને અન્ય ખાનગી મેળાઓથી જરા હટકે કોઈ મુલાકાતીઓ પાસેથી પ્રવેશ ફી પણ વસુલવામાં આવતી નથી.

આ ઉપરાંત ક્રિષ્ના લોકમેળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રોગ્રામો રજુ કરી ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના ગીતો જ સ્ટેજ પરથી રજુ થાય છે, અન્ય મેળાઓમાં સંસ્કૃતિ લોપાય તેવા સ્ટોલ હોય છે જ્યારે આ મેળામાં એવા સ્ટોલ પણ ભાડે આપવામાં આવતા નથી.

આજ રોજ ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય ઉદધાટન સાંજે ૪ વાગ્યે કામધેનું પાર્ટી પ્લોટની બાજુમાં,શનાળા બાયપાસ ખાતે રાખવામાં આવ્યું છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ,ડી.ડી.ઓ. એસ.એમ.ખટાણા,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ઉધોગપતિ રામજીભાઈ કુંડારિયા ઉપસ્થિત રહેશે.

Comments
Loading...
WhatsApp chat