ક્રિષ્ના ઉત્સવ મેળો દરસાલ લોક મેળાની ગરજ સારે છે : યંગ ઇન્ડિયા ગ્રુપ

આ વર્ષે મોરબી નગરપાલિકા આયોજિત લોકમેળો રદ્દ થયો છે ત્યારે મોરબીની પ્રજા માટે હરહંમેશ સેવા માટે તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત લોકમેળો પ્રજાજનોને મનોરંજન પૂરું પાડશે. મેળાના આયોજક યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ લોકમેળાનું આયોજન થાય છે. અને અન્ય ખાનગી મેળાઓથી જરા હટકે કોઈ મુલાકાતીઓ પાસેથી પ્રવેશ ફી પણ વસુલવામાં આવતી નથી.

અત્રેના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં આયોજિત લોકમેળા અંગે આયોજકોએ જણાવ્યું હતું કે ક્રિષ્ના લોકમેળો હકકીકતમાં ખાનગી છે જ નહીં કારણકે યંગ ઇન્ડિયા ગ્રુપ નફો કમાવા માટે નહીં પરંતુ લોકોને સારું મનોરંજન મળે તેવા ઉદ્દેશ્યથી સતત આઠ વર્ષથી મેળાનું આયોજન કરી રહ્યું છે. લોકમેળામાં આવતા બાળકો બહેનોની સલામતી માટે સીસી ટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ, લોકમેળાને વિમાકવચ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયં સેવકો સતત મેળામાં બારીકાઈ ભર્યું નિરીક્ષણ કરતા રહે છે.

આ ઉપરાંત ક્રિષ્ના લોકમેળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રોગ્રામો રજુ કરી ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના ગીતો જ સ્ટેજ પરથી રજુ થાય છે, અન્ય મેળાઓમાં સંસ્કૃતિ લોપાય તેવા સ્ટોલ હોય છે જ્યારે આ મેળામાં એવા સ્ટોલ પણ ભાડે આપવામાં આવતા નથી.

ઉલ્લેખનીય છે કે ગરીબ અને ઝૂંપડપટ્ટી ના બાળકો માટે કાયમી નાના મોટા કાર્યક્રમો યોજતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકમેળામાં પણ આવા વંચિત બાળકોનો ખ્યાલ રાખવામાં આવે છે અને એક દિવસ માટે બાળકોને મનગમતી તમામ રાઈડ્સમાં વિનામૂલ્યે મનોરંજન કરાવવામાં આવે છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મિરબી જિલ્લાની જાહેર જનતાને ક્રિષ્ના લોક મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Comments
Loading...
WhatsApp chat