તલાટી કામ મંત્રીની તાત્લાકિક નિમણુક કરવા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રીની રજૂઆત

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી કાન્તિલાલ બાવરવાએ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને  તલાટી મંત્રીઓની તાત્કાલિક નિમણુક કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.જેમાં ગુજરાત રાજ્યમાં તલાટી કામ મંત્રીની નિમણુકની પ્રકિયા સામે જે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી જેના કારણે આ નિમણુંકો થઈ સકતી ના હતી પરંતુ હવે જયારે અપીલ કરતા દ્વારા આ કેસ પાછો ખેચવામાં આવેલ છે ત્યારે આ નિમણુંકો તાત્કાલિક કરી ગ્રામ્ય પ્રજાને પડતી મુશ્કેલી નિવારવા વિનતી કરી છે.તેમજ જણાવ્યું હતું કે જો આ નિમણુક થશે તો હાલમાં એક એક વ્યક્તિ પાસે ચાર-પાંચ ગામના ચાર્જ છે તેમાં ધટાડો થશે.જેના લીધે તેઓ વધુ સારી રીતે કામ કરી શકશે.તેમજ ગામ લોકોના કામ જલ્દી થશે તો ગ્રામ્યપ્રજા ની પરશાનીમાં  ઓછી થશે.તો ગ્રામજનોની મુશ્કેલીઓ ને દયાને લઈને આપ આ બાબતે કોઈ નક્કર હુકમો કરવા આવે તેવી લોકોની લાગણી છે.તેથી કાંતિલાલ બાવરવાએઆ અંગે તાત્કાલિક હુકમ કરવા વિનંતી કરી છે.

Comments
Loading...
WhatsApp chat