Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસ મેદાને

મોરબી જીલ્લાના ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો જેવા કે ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી જમીનનું ધોવાણ, ખેતનીપજના પોષણક્ષમ ભાવો, પાક વીમો તેમજ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેતીની જમીન માપણીમાં વિસંગતતાને લીધે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભોગવવી પડતી હાલાકીને લીધે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા તા. ૧૦ ને સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે નટરાજ ફાટકથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવશે અને જીલ્લા કલેકટરને આવેદન આપીને ભાજપ સરકારને આ પ્રશ્નો ઉકેલવા માટે આહ્વાન કરવામાં આવશે. જેમાં જીલ્લા કોંગ્રેસના કાર્યકરો, અગ્રણીઓ, તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈના કાર્યકરો ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા લડત આપશે.તેમજ આ લડતમાં બધા કોંગ્રેસ આગેવાનોને હાજર રહેવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા એ અપીલ કરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat