



મોરબી શહેરમાં આવેલ સિરામિક ફેક્ટરીને કારણે આજ મોરબી વિશ્વ વિખાય્ત છે.મોરબી શહેર દિવસે-દિવસે નવા-નવા વિકાસના શિખરને આંબી રહ્યું છે ત્યારે મોરબીમાં તેટલી જ ઝપડથી ટ્રાફિકની સમસ્યા પણ વધી જણાય છે અને ટ્રાફિકની સમસ્યાથી અકસ્માતના બનવો વધવા પામ્યા છે તથામોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે અને અકસ્માત બાદ કલાકો સુધી રાહદારી ટ્રાફિકમાં અટવાયા રહે છે.તેથી મોરબી-રાજકોટ હાઈવે ને ફોર ટ્રેક કરવા માંગ કરવામાં આવી જેને સરકાર દ્વારા મજુરી આપી દેવામાં આવી છે પરંતુ મંજુરી આપ્યાને ખાસો સમય વીતી જવા છતા રોડનું કામ ચાલુ થયું નથી તે માટે મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાન્તિલાલ બાવરવાએગુજરાત રાજ્યના બાંધકામ અને મકાન વિભાગના સચિવને લેખિતમાં મોરબી-રાજકોટ રોડને ફોર ટ્રેક રોડમાં ફેરવવા માટે તાત્કાલિક કામ ચાલુ કરવા માટે રજૂઆત કરી છે.જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રીએ સરકારને આકરા સવાલ પૂછયા છે કે લોકોમાં મુખે ચર્ચાય છે કે જો આજી ડેમને સૌની યોજનામાં જોડવાની કામગીરી યુધ્ધના ધોરણે થઈ શક્તિ હોય તો આ કામગીરી શા માટે નહી?શું આ કામગીરી ચુંટણી વખતે બતાવવા માટે બાકી રાખવામાં આવી છે.તેવું લોકો પૂછી રહ્યા છે.તો આ બાબતે યોગ્ય કામગીરી કરી,આ કામને વહેલી તકે ચાલુ કરવા અનુરોધ કર્યો છે.

