



ગઈકાલે મોરબી અને ચોટીલામાં પડેલ ભારે વરસાદના પગલે મચ્છુ નદીમાં ધોડાપુર આવતા માળીયામાં પુર આવ્યું હતું જેમાં નવાગામ અને રાસંગપર ખાતે પુર ની પરિસ્થિતી સમયે કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ જકાસણીયા તેમજ માળીયા તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ ઊમરભાઈ જેડાએ NDRF ની ટીમ સાથે મળીને ૩૦ થી ૩૫ લોકો ને રેસ્ક્યુ કરીને સુરક્ષીત જગ્યા પર પહોંચાડવાની કામગીરીમાં કરી હતી અને જીલ્લા કલેકટર ને સચોટ પરિસ્થિતી ની જાણકારી આપી જે લોકો વાંઢ વિસ્તારોમાં ફસાયેલા હતા તેમની માટે તેમને બહાર નિકાળવા માટે નાં પ્રયત્નો પણ તંત્ર સાથે મળીને કર્યા.

