Billboard ad 1150*250

મોરબી જાણશે સીયાચેનમાં સૈનિકો કઈ રીતે ફરજ બજાવે છે

0 525

મોરબીના નાગરિકો તથા યુવા પેઢીમાં દેશનું રક્ષણ કરતા વીર જવાનોની ફરજ અને કાર્ય પધ્ધતિ અંગે જાગૃતિ આવે તે હેતુ થી હંમેશા દેશભક્તિ અને દેશસેવાના કાર્ય માં સમર્પિત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા ” આ છે સિયાચેન ” નામનો કાર્યક્રમ મોરબીના આંગણે યોજવા જઈ રહીયો છે જેમાં વિખ્યાત જ્ઞાનવર્ધક મેગેઝીન ” સફારી”  ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા દવારા દુનિયાના સોંથી ઉંચ્ચા યુદ્ધક્ષેત્ર સિયાચેનની મુલાકાતના અનુભવ વિશે દ્રશ્ય – શ્રાવ્ય ( ઓડીઓ – વિડિઓ ) દવારા કાર્યક્રમ યોજવામાં આવશે .જેમાં સિયાચેનમાં આપણા લશ્કરી જવાનો શી કામગીરી બજાવે છે? વિષમ વાતાવરણ સામે કઈ રીતે ઝઝુમે છે? અને કેવા પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો નો સામનો કરીને આપણા સૌનું રક્ષણ કરે છે.તે જાણવા માટે નો વિનામૂલ્યે આ કાર્યક્રમ યોજેલ છે આ કાર્યક્રમ હરભોલે હોલ , સરદાર બાગ સામેની શેરી ,શનાળા રોડ ,મોરબી ખાતે તા૩ને રવિવાર બપોરના ૪ વાગ્યાથી યોજાશે.વધુ માહિતી માટે ૯૮૨૫૯ ૦૮૭૮૭ અને ૯૭૨૭૦ ૩૭૨૭૩ સંપર્ક કરવા જણાવ્યું છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat