શું વડાપ્રધાન આવવાના હોય તો વિધાર્થીના રીઝલ્ટ અટકે? : કિશોર ચીખલીયા

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધય્ક્ષ કિશોરભાઈ ચીખલીયાએ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને માળિયા(મી)તાલુકાના વિધાર્થીઓના ધો.૧૦નું રઝલ્ટ તાત્કાલિક આપવા લેખિતમાં રજૂઆત કરી છે.કિશોરભાઈએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર શિક્ષણનો વ્યાપ વધારવાની વાતો કરી રહી છે અને બીજી t તરફ કેટલાક વિધાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.તાજેતરમાં ધો.૧૦નું પરિણામ આવ્યું જેમાં મોરબી જીલ્લાના માળિયા(મી.)તાલુકાના ૩૦૦થી વધુ વિધાર્થીઓના પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે.જેથી વિધાર્થીઓના અને વાલીઓમાં હોબાળો મચી ગયો છે.જેમાં તમામ વાલીઓને ગાંધીનગર બોલવામાં આવ્યા હતા અને તા.૨૭ના રોજ પરિણામ જાહેર કરવાનું કરવાના હતા પરંતુ હજુ સુધી રીઝલ્ટ જાહેર ન કરતા વિધાર્થીઓ તથા વાલીઓ મુજવણમાં મુકાયા છે.આ બાબતે કિશોરભાઈએ મોરબી જીલ્લા ઉચ્ચ માધ્યમિક વિભાગનો સંપર્ક કરતા મોરબીના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિભાગના અધિકારી વડાપ્રધાનના કાર્યક્રમમાં વ્યસ્ત હોય અને આ બાબતે પૂરું માહિતી નથી અને તા.૩૦ પછી સંપર્ક કરતા જણાવ્યું હતું. તેમજ રજૂઆત કરતા વધુમાં જણાવ્યું હતું કે જે વિધાર્થીએ ભૂલ કરી હોય તેને યોગ્ય સજા થવી જોઈએ પણ બીજા વિધાર્થીઓના પરિણામ આપી દેવા જોઈએ જેથી કરીને પાસ હોય તે વિધાર્થીઓ પોતાના ઉચ્ચ અભ્યાસ કરી શકે અને આગળ એડમિશન મેળવી શકે.કિશોરભાઈ ચીખલીયાએ સરકારને આક્રોશ વ્યક્ર્ત કરતા સવાલ કર્યો છે કે શું વડાપ્રધાન આવવાના હોય તો વિધાર્થીના રીઝલ્ટ અટકે?

Comments
Loading...
WhatsApp chat