મોરબી : બાળકીનું દુષ્કર્મના ઈરાદે અપહરણ કર્યું, ભાંડો ફૂટવાનો ભય લાગતા હત્યા નીપજાવી

લખધીરપુર રોડ પરની હત્યાનો ભેંડ ઉકેલાયો, આરોપીને દબોચી લેવાયો

મોરબીના લખધીરપુર રોડ પર બાળકીની નિર્મમ હત્યા મામલે ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં કારખાનામાં જ મજુરી કરતા એક શખ્શે બાળકીનું દુષ્કર્મના ઈરાદે અપહરણ કર્યું હતું જોકે બાળકી રડવા લાગતા ભાંડો ફૂટી જશે તેવા ભયથી તેની હત્યા નીપજાવી હોવાનું ચોકાવનારો ખુલાસો થયો છે.

મોરબીના લખધીરપુર રોડ પરના મેટ્રો પોલ સિરામિક કારખાનામાં મજુરી કરતા બલરામ આદિવાસીની પાંચ વર્ષની દીકરી પલક પોતાની ઓરડીમાં પરિવાર સાથે સુતી હોય જે ગુમ થયા બાદ બાજુની ઓરડીમાં તેનો મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમે તપાસ ચલાવી હતી જેમાં કારખાનામાં જ મજુરી કરતા એક ઇસમ સામે શંકાની સોય હોય જે આરોપી અતુલ રામનારાયણ નિશાળ જાતે કેવટ (ઊવ ૨૪) રહે. મૂળ યુપી વાળો ગુમ હોય જેને ઝડપી લેવાની કવાયતમાં આરોપી ટ્રેનમાં વાંકાનેર આવ્યો હોવાની માહિતી મળતા એલસીબી ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો અને આરોપીના રિમાન્ડ મેળવવા વધુ પૂછરપછ ચલાવી છે.

દુષ્કર્મના ઈરાદે અપહરણ કર્યું, બાદમાં હત્યા કર્યાની કેફિયત

ઝડપાયેલા નરાધમ આરોપીની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે જેમાં આરોપીએ બાળકીને બદકામ કરવાના ઈરાદે નીંદરમાંથી તેનું અપહરણ કરી ઓરડીમાં લઇ ગયો હતો અને બાળકી રડવા લાગતા ચુપ કરાવવાની કોશિશ કરી હતી જોકે બાળકી વધુ રડવા લાગતા ભાંડો ફૂટી જશે તેવા ભયથી તેનું કાસળ કાઢી નાખ્યાનો ખુલાસો થયો છે.

Comments
Loading...
WhatsApp chat