

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જીલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા કલા મહાકુંભનો તા. ૮ થી પ્રારંભ થશે જેમાં તા. ૮ થી ૧૦ દરમિયાન તાલુકાકક્ષાએ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ટંકારામાં ન્યુ વિઝન સ્કૂલ, હળવદમાં સાંદીપની સ્કૂલ, માળિયામાં સત્ય સાંઈ વિદ્યામંદિર અને વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્પર્ધાઓ યોજાશે તે ઉપરાંત જીલ્લા કક્ષાની સ્પર્ધાઓ હળવદના સરસ્વતી શિશુમંદિરમાં યોજાશે જેમાં ૧૦ વર્ષથી નીચેના માટે તા. ૨૧-૦૮ ના રોજ, ૧૧ થી ૨૦ વર્ષના સ્પર્ધક માટે તા. ૨૨-૦૮ ના રોજ અને ૨૦ વર્ષથી ઉપરના સ્પર્ધક માટે તા. ૨૩-૦૮ ના રોજ હળવદ ખાતે સ્પર્ધાઓ યોજાશે. વિવિધ સ્પર્ધાઓમાં જોડાવવા માટે ખેલાડીઓને જીલ્લા રમત ગમત અધિકારી, મોરબીનો સંપર્ક કરવા જણાવ્યું છે.